Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

રાધનપુરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેઠક મળી : ઠાકોર સમાજના આગેવાનોએ નવા સંગઠનની કરી જાહેરાત

રાધનપુર વિધાનસભા ઠાકોર સમાજ નવું સંગઠન બનાવાયું: ઠાકોર સમાજ સેવા સંગઠન રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કામ કરશે.

 

રાધનપુરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ એક બેઠક યોજાઇ. રાધનપુર વિધાનસભા ઠાકોર સમાજ નવું સંગઠન બનાવાયું.જેમાં આવનારી 2022ની ચૂંટણી લડવા માટે સ્થાનિક ઉમેદવારની માગણી સાથે ભાજપના આગેવાનોએ રાધનપુર ખાતે નવા સંગઠનની જાહેરાત કરી છે.ઠાકોર સમાજ સેવા સંગઠન રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કામ કરશે.મહત્વનું છે કે સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકોરને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોટડા ગામે યોજાયેલા સમૂહલગ્નમાં ઠાકોર સમાજના આગેવાનોએ નવા સંગઠનની જાહેરાત કરી છે. હતી. જેમાં ઠાકોર સમાજ સેવા સંગઠનના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ સંગઠન રાધનપુર વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક ઠાકોર સમાજના ઉમેદવારને ચૂંટણી લડાવવા તન મન ધનથી કામ કરશે. તેમજ સરકારના તમામ લાભો સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડશે. તેમજ આ સંગઠન હારીજ, રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં કામ કરશે. તેવું સુરેશ ઠાકોરેએ જણાવ્યું હતું

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાધનપુરમાં ઠાકોર સમાજ નવું સંગઠન બનાવ્યું છે. આવનારી ચૂંટણી લડવા માટે સ્થાનિક ઉમેદવારની માગણી તેમજ સરકારના તમામ લાભો સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડશે. તેમજ સ્થાનિક ઉમેદવારને તનમન ધનથી જીતાડવા કામ કરશે. આ સંગઠન હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ માં કામ કરશે.

(12:58 am IST)