Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

વડીયા ગામે ચાલતા ગુજરાત ગેસના કામમાં નજીવી બાબતે બોલાચાલી,મજૂરે સુપરવાઈઝરને પાવડો માર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડીયા ગામે હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ કાઈનની કામગીરી ચાલુ હોય ત્યાં કામદાર અને મજૂર વચ્ચે ખાડા બાબતે બોલાચાલી બાદ મજૂરે સુપરવાઈઝરને પાવડો મારી ધમકી આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર હિતેશભાઈ ચિમનભાઇ ગામીત (હાલ રહે.સનરાઈજ સોસાયટી, વડીયા, મુળ રહે. ગોંધબારી તા.વાસદા જી.નવસારી )નાઓએ આપેલી ફરિયાદ મુજબ વડીયા ગામમાં ગેસ લાઈન ની ચાલુ કામગીરીમાં કામદાર સબુરભાઈ સિસકાભાઈ પરમાર( હાલ રહે , અંબીકાનગર રાજપીપલા, મુળ રહે.તસિયા તા.જી.દાહોદ) એ તેમને જણાવેલ કે તમે કેમ ખાડા પુરાવી દો છો મારી મજુરી જતી રહે છે તેમ કહી બોલાચાલી કરી તેના હાથમાનો પાવડા હિતેશ ગામીતને કમરની ડાબી બાજુ મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે કામદાર સામે કાયદેસર કાર્યવાહી કરી છે

(10:45 pm IST)