Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

સુરતના રિંગરોડ નજીક 11.25 લાખની સાડી ખરીદી પેમેન્ટ ન કરનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરત: શહેરના રીંગરોડની મિલેનીયમ માર્કેટના વેપારી પાસેથી રૂ. 11.25 લાખની સાડી ખરીદી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કરવા ઉપરાંત મારી નાંખવાની ધમકી આપતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.
રીંગરોડ સ્થિત મિલેનીયમ માર્કેટમાં રચના આર્ટ પ્રિન્ટ્સ પ્રા. લિ. માં વર્ષ અગાઉ કલા નિકેતન નામે સાડીનો વેપાર કરતા હિતેન પારેખ (રહે. કાન્હા કેપીટલ, એક્સપ્રેસ હોટલની સામે, દત્તરોડ, અલ્કાપુરી, વડોદરા) સાથે ધંધો શરૂ કર્યો હતો. હિતેન રૂબરૂમાં અને કયારેક ફોન પર સાડીનો ઓર્ડર આપતા હતો અને શરૂઆતમાં પેમેન્ટ પણ ચુકવી આપ્યું હતું. જો કે ઓક્ટોબર 2015થી જુલાઇ 2019 દરમિયાન હિતેને ટ્રાન્સપોર્ટ મારફતે ટુક્ડે-ટુક્ડે કુલ રૂ. 11.25 લાખની સાડીનો જથ્થો મંગાવ્યો હતો. પરંતુ નિયત સમયમાં પેમેન્ટ નહીં ચુકવી વાયદા પર વાયદા કર્યા હતા અને હવે જો ઉઘરાણી કરશો તો મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે રચના આર્ટ પ્રિન્ટ્સ પ્રા. લિ. ના વહીવટકર્તા સતીષ સુરેશભાઇ ભીડે (.. 59 રહે. 148, સરદાર પટેલ ટાઉનશીપ, વિજલપોર, નવસારી) અરજી કરી હતી. જેના આધારે સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:49 pm IST)