Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ; બે કલાકમાં અનેક ગુનાઓ ડિટેક્ટ: 66 જેટલા શખ્શો સામે કાર્યવાહી

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 55 થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોને આઇડેન્ટીફાય કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 55 થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસે બે કલાકમાં અનેક ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા તો 66 જેટલા શખ્શો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.

 સુરત શહેરમાં ગુનેગારો અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે પોલીસ દ્વારા ખાસ સમય અંતરે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ મથકોમાં આવતા સંવેદનશીલ વિસ્તારોને આઇડેન્ટીફાય કરી ત્યાં પોલીસનો નિયમિત ચેકિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારને આઇડેન્ટીફાય કરીને પોલીસ દ્વારા સરપ્રાઈઝ નાઈટ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું

   
(11:33 pm IST)