Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સુરત જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો : બારડોલી અને કડોદરા પંથકમાં વરસાદ વરસ્યો

કડોદરાની સાથોસાથ ચલથાણ, વરેલી, અંત્રોલી, તાતીથૈયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા

સુરત જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. બારડોલી અને કડોદરા પંથકમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. કડોદરાની સાથોસાથ ચલથાણ, વરેલી, અંત્રોલી, તાતીથૈયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. સુરતના ખેડૂતો માટે આફતનો વરસાદ વરસ્યો છે.

(11:03 pm IST)