Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કેન્સર દર્દીઓને ફ્રીમાં જ માહિતી આપવા આયોજન

મુંબઇની ફુડા હોસ્પિટલમાં કાર્યક્રમ

અમદાવાદ,તા. ૨૨ : કેન્સરના દર્દીઓ તેમ જ તેમના સગાવ્હાલાઓને કેન્સર વિશેની વિનામૂલ્યે માહિતી પૂરી પાડવા મુંબઇની ફૂડા કેન્સર હોસ્પિટલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રોબોટિક સારવાર પધ્ધતિ ફુડ(ફુડા) કેન્સર ગવગ્જજય ચાઇના જગતમાં આ ટેકનોલોજી ધરાવે છે. જે વિશ્વની ટોચની પાંચ કેન્સર હોસ્પિટલ પૈકીની એક છે.      આ સારવાર પધ્ધતિ અંગે કેન્સરના દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને ખાસ માહિતી અને જાણકારી વિનામૂલ્યે પૂરી પાડવા માટે તા.૨૪થી તા.૨૭મી ફેબ્રુઆરી દરમ્યાન મુંબઇની ફુડા કેન્સર હોસ્પિટલ માહિતી સેન્ટર, ૪થા માળે, આદિત્ય હેરીટેજ, ઉમંગ બિલ્ડીંગ સામે, મલાડ(વેસ્ટ) મુંબઇ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કેન્સરના દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને પૂરતી તમામ માહિતી આપવા અને તેમની શંકાઓનું નિવારણ કરવાના હેતુથી ફુડા કેન્સર હોસ્પિટલ ચાઇનાના ડો. પ્રો.કયુઇન વાઇ તથા ડો.અનુપ અબોટી આ પ્રસંગે ખાસ હાજરી આપવાના છે. આ બંને નિષ્ણાત તબીબ મહાનુભાવો કેન્સરના દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને કેન્સર સંબંધી જરૂરી તમામ માહિતી વિનામૂલ્યે પૂરી પાડશે. આ વિશેની વધુ માહિતી માટે કેન્સરના દર્દીઓ લેન્ડલાઇન નંબર- ૦૨૨-૪૦૦૩૬૨૬૪ અને મોબાઇલ નંબર - ૮૬૫૫૧૧૩૯૬૧ ખાતે સંપર્ક અથવા રજિસ્ટ્રેશન કરાવી શકશે.

(7:43 pm IST)