Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

અમદાવાદમાં મહિલા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત

માનસિક તણાવની સારવાર ચાલતી હોવાથી એક મહિનાની રજા બાદ પાંચ દિવસથી ફરજમાં હાજર થયા હતા

અમદાવાદ ;શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે કર્મીએ માધુપુરા પોલીસ લાઈનમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મ હત્યા કરી છે. આત્મહત્યાને લઈ શાહીબાગ પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. મહીલા માધુપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1.5 વર્ષથી ASI તરીકે ફરજ બજાવતા હતા માનસિક તણાવમાં રહેતા હોય સારવાર પણ ચાલતી હતી.છેલ્લા એક માસથી રજા પર હતા અને પાંચેક દિવસથી ફરજ પાર હાજર થયેલ આજે 12 થી 8 દરમ્યાન નોકરી હતી પણ ઘરે રહયા હતા સાથી મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા અંગે પોલીસને જાણ કરી હતી

(11:38 pm IST)