Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વડોદરા નેશનલ હાઇવે પર કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત : ત્રણ મહિલા અને એક કિશોરીનું મોત :બે ને ઇજા

વિદ્યાનગરથી માણેજા જતા સમયે પદમલા ગામ નજીક કરુણાંતિકા સર્જાઈ :ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

 

વડોદરા :વડોદરા નેશનલ હાઇવે પર પદમલા ગામ નજીક કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ મહિલા અને એક કિશોરીનું મોત નીપજ્યું છે જયારે અન્ય બે ને ઇજા પહોંચી છે

 

  જાણવા મળ્યા મુજબ વિદ્યાનગરથી માણેજા જતા સમયે દુર્ઘટના બની હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઇ આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતાએમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

(10:14 pm IST)