Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કઠલાલ-અમદાવાદ હાઇવે પર ટેમ્પો ટ્રક સાથે અથડાતા એક ઈજાગ્રસ્ત

કઠલાલ:કઠલાલ-અમદાવાદ હાઈવે ઉપર ગત સાંજે ટેમ્પો ટ્રક પાછળ અથડાતા એક ઈસમને ઈજા થઈ હતી

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ લાડવેલ -મણપુરામાં રહેતા નગીનભાઈ કનુભાઈ ચાવડા ગત તા.૧૭--૧૮ની સાંજે ટેમ્પી નં. જીજે-૦૭ એક્સ ૦૧૧૯ માં બેસી જઈ રહ્યા હતા. ત્યારે ટેમ્પીના ચાલકે કઠલાલ નજીક આગળ જતી ટ્રકનં. જીજે-૦૧ બીવાય-૬૧૯૮ પાછળના ભાગે ખાલી સાઈડે અથડાવી હતી. જેથી ટેમ્પીમાં બેઠેલા નગીનભાઈ ચાવડાને ડાબા પગના નળાના ભાગે ફેક્ચર થયું હતું

બનાવ અંગે કનુભાઈ ગમીરભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવતા કઠલાલ પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:11 pm IST)