Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કપડવંજ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે બે જગ્યાએથી 1.53 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

કપંડવંજ: ગ્રામ્ય પોલીસે ગઈકાલે સાંજે બે સ્થળે દરોડો પાડી વિદેશીદારૂ કિંમત રૂપિયા ,૫૩,૭૭૫ ના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો

 


ખેડા જિલ્લામાં આવતીકાલે જિલ્લા પંચાયત તેમજ કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ચૂંટણીમાં મતદારોને દારૂની લ્હાણી કરવા મોટા પાયે ખેડા જિલ્લામાં વિદેશીદારૂ ઘુસાડવામાં આવ્યો હોવાની ચર્ચા ટોક ઓફ ટાઉન બની છે. ત્યારે કપડવંજ રૂરલ પોલીસે મળેલ માહિતી આધારે ગઈકાલે સાંજે કદમપુરા લાટ ગામે દરોડો પાડ્યો હતો. રેઈડ દરમિયાન દિપકભાઈ શાંતિભાઈ પટેલના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની પેટી નં.૧૭ બોટલ નં.૫૫૬ કિંમત રૂ.૬૫૨૦૦નો મળી આવ્યો હતો. વિદેશી દારૂ રહેણાંક મકાનમાં કપાસની ગાંસડીઓ નીચે સંતાડવામાં આવ્યો હતો. કપડવંજ પોલીસે વિદેશીદારૂ સાથે દિપકભાઈ પટેલની ધરપકડ કરી હતી

ઉપરાંત પોલીસે ગઈકાલે ધજાગપુરા તાબે વડોદમાં મનોજ ઉર્ફે લાલો શંકરભાઈ ચૌહાણના ઘરમાં દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂ ક્વાર્ટર નં. ૧૧૫૨ તેમજ છૂટી બોટલો નં.૨૯ મળી કુલ રૂપિયા ૮૮૫૭૫ નો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે સ્વદેશી દારૂની હેરાફેરી કરનાર મનોજ ઉર્ફે લાલો શંકરભાઈ ચૌહાણ પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:11 pm IST)