Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

અડાજણમાં તસ્કરોનો બહાદુરીથી સામનો કરી મહિલાએ ઘરને લૂંટતા બચાવ્યું

અડાજણ:માં જ્યોતિન્દ્ર દવે ગાર્ડન સામે આવેલી અલનંદા સોસાયટીના એક મકાનમાં ઘૂસેલા તસ્કરનો મહિલાએ બહાદૂરી પૂર્વક સામનો કરી તેને ભાગવા મજબૂર કર્યો હતો. ઘર ફંફોસવા દરમિયાન જાગી ગયેલી મહિલા ઉપર તસ્કરે ચાકુથી વાર કર્યો હતો, જો કે તેણીએ ચાકુ પકડી લીધું હતું. તસ્કર સાથેની ખેંચતાણમાં હથેળી ચિરાઇ જવા છતાં મહિલાએ ચાકુ નહીં છોડતાં તસ્કરે ભાગવું પડયું હતું.

અડાજણ પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાઇમ આર્કેડ ગાર્ડન સામે અલકનંદા સોસાયટી છે. અહીં ૨૩ નંબરના મકાનમાં મનિષાબહેન કેળાવાલા તેમની પૂત્રી સાથે રહે છે. સોમવારે મળસ્કે મનિષાબહેનના ઘરમાં ચોરટો ઘૂસ્યો હતો. પાઇપ વાટે પહેલા માળની ગેલેરી સુધી પહોંચેલો તસ્કર અહીં ગ્રીલને મારેલું તાળું તોડી અંદર ઘૂસ્યો હતો. તસ્કર પહેલામાળેથી નીચે ઉતર્યો અને મુખ્ય દરવાજો ખોલી નાંખ્યો હતો. તેણે રસોડામાંથી ઓવન ચોરી જવાના ઇરાદે બહાર કાઢયું હતું. અહીંથી ચાકુ લઇ તે પહેલા માળે આવેલા રૃમમાં ઘૂસ્યો હતો.

(5:11 pm IST)