Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સુરતમાં મોલનો સ્લેબ ધરાશાયી થતા દબાયેલ કર્મચારીનું સારવાર દરમિયાન મોત

સુરત:માં એક મોલનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. ઘટનામાં એક કર્મચારી દબાયો હતો, જોકે, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં મેગા સ્ટોર આવેલો છે. મોલમાં આવેલી ધીરજ સન્સનાની દુકાનમાં સ્લેબ ધરાશાયી થયો હતો. જેના પગલે દુકાનમાં કામ કરતો કર્મચારી દબાઇ ગયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી.

કાટમાળ નીચે દબાયેલા 32 વર્ષીય રૂમશીગ દિયા વસાવાને બહાર કાઢવામાં આવ્યો હતો. તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રૂમશિંગ દિયા વસાવાર મૂળ મહારાષ્ટ્રનો વતની છે.

(5:10 pm IST)