Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

એઇમ્સ રાજકોટમાં કે વડોદરામાં? આરોગ્ય મંત્રી કહે કેન્દ્ર કક્ષાએ કાર્યવાહી ચાલે છે

વિધાનસભામાં ચર્ચાઃ રાજય સરકારે બેય શહેર સૂચવ્યા છેઃ ગોળગોળ જવાબ : જામનગર મેડીકલ કોલેજના પ્રશ્ને વિક્રમ માડમનો વોકઆઉટ

ગાંધીનગર તા. ર૧: રાજયમાં એઇમ્સ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને કરેલ દરખાસ્ત અંગે કોંગ્રેસના હર્ષદભાઇ રાબડીયાના પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયો રાજયમાં એઇમ્સ શરૂ કરવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરીને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવા જણાવાયેલ હતું તે હકીકત તા. ૩૧-૧ર-૧૭ની સ્થિતિએ સાચી છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની તા. ૧૯-૬-ર૦૧૪ના પત્રથી સરકારને જાણ કરવામાં આવી હતી. રાજય સરકારે તા. ૩-૮-૧૪ના પત્રથી રાજકોટ અથવા વડોદરા જિલ્લામાં એઇમ્સ શરૂ કરવા દરખાસ્ત કરેલ કે તેની દરખાસ્ત અન્યને ભારત સરકાર કક્ષાએ કાર્યવાહી ચાલુ છે.

કોંગ્રેસના વિક્રમ માડમે આ પ્રશ્ને જામનગર મેડીકલ કોલેજના પ્રશ્ને ચર્ચા કરવા ઉભા થયા પરંતુ તેમને ન્યાય ન મળતા તેઓએ વોકહાઉટ કરેલ હતો.

(4:12 pm IST)