Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સરકારી કર્મચારીઓનું ઘર ભાડા ભથ્થુ ૩૦ ટકા કરવા માટે વિચારણાઃ નીતિન પટેલ

સાતમા પગાર પંચ મુજબ બાકી રકમ ચુકવવા સમિતિના અહેવાલની રાહ(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧ :.. રાજય સરકારના સરકારી કર્મચારી-અધિકારીઓના ઘર ભાડા ભથ્થા અંગેનું મીનસ્ટ્રી ઓફ ફાઇનાન્સના કોમોરેન્ડમ અંગે ભાજપના અક્ષયકુમાર પટેલના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-૭-૧પ ના રોજ ઘરભાડા ભથ્થુ ૩૦ ટકા કરવા બાબતનું મીનીસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ખર્ચ વિભાગ, ભારતનું ઓફીસ મેમોરેન્ડમ મળેલ હતું અને તેને લાગુ કરવા માટે રાજય સરકાર તમામ પાસાઓનો વિચાર કરીને યોગ્ય સમયે નિર્ણય લેવાનો હતો તેની વિચારણા ચાલી રહી છે. કેન્દ્રીય સાતમાં પગાર પંચની ભલામણોને અનુલક્ષીને રાજય સરકારના કર્મચારી, અધિકારીઓના ભથ્થા તેમજ પગાર તફાવતની રકમની ચુકવણી અને પગાર વિસંગતતા વિગેરે બાબતોની વિચારણા કરવા અર્થે નાણા વિભાગના તા. ૧૦-૧૦-ર૦૧૬ ના ઠરાવથી અધિકારીઓની તેમજ મંત્રી મંડળના પેટા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદાઓ પરત્વે વિચારણા કરી સરકારને અહેવાલ રજૂ કરશે અને ત્યારબાદ સદરહુ મેમોરેન્ડમના અમલ કરવા બાબતે વિચારણા કરવામાં આવશે.

(4:12 pm IST)