Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

નર્મદા યોજના અન્વયે સબંધિત રાજ્યો પાસેથી ગુજરાતના ૬૧૦૦ કરોડ લેણા

ગાંધીનગર તા. ૨૧ : નર્મદા યોજના અન્વયે અન્ય રાજ્યોની લેણી રકમ અંગે પુનમભાઇ પરમારના પ્રશ્ને જણાવ્યું હતું કે, તા. ૩૧-૧૨-૧૭ની સ્થિતિએ નર્મદા યોજના અન્વયે જે રાજ્યો પાસેથી લેણી રકમ નીકળે છે તેની વિગતો આ મુજબ છે.  તા. ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ ગુજરાત સરકારે મધ્યપ્રદેશ પાસેથી રૂ. ૪૧૧૫.૦૬ કરોડ, મહારાષ્ટ્ર પાસેથી ૧૩૯૧.૪૧ અને રાજસ્થાન પાસેથી ૫૯૩.૮૩ કરોડ લેવાના થાય છે. ત્રણેય રાજ્યો પાસેથી મળીને વિવાદીત અને બિનવિવાદીત રકમનો આંકડો રૂ. ૬૧૦૦.૩૦ કરોડ થાય છે જેના માટે રજૂઆત કરવામાં આવી છે.

(4:11 pm IST)