Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઈનોવેશન ટુ ઈનકોર્પોરેશન કલેરીસ કેપીટલનું સ્ટાર્ટઅપ વિચારોને પ્રોત્સાહન

અમદાવાદ : આઈડિયા ટુ ઈનકોર્પોરેશન કલેરીસ કેપીટલનું ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકો અને નવીન સ્ટાર્ટઅપ વિચારોને પ્રોત્સાહન આપવા માટેનું નવું પ્લેટફોર્મ છે. જેમાં ૨૨ પસંદ થયેલા અરજદારોને તેમના વિચારો ઉદ્યોગના નિષ્ણાંતો અને રોકાણકારો સામે રજૂ કરવાની તક મળી. આ સાથે જ પ્રસિદ્ધ નિર્ણાયક મંડળે એગ્રીકલ્ચર, ટેકનોલોજી અને હેલ્થકેરના ક્ષેત્રમાં ત્રણ ીવજેતા વિચારોની પસંદગી કરી છે. વિજેતાઓમાંથી એક વિજેતા છે જે રાજકોટ સાથે સંકળાયેલો છે.

(3:45 pm IST)