Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કઠોળના ભાવ ઘટયા છતાં તેના લોટના ભાવ 'જૈસે થે'

ચણા સહિત વિવિધ કઠોળના ભાવમાં છેલ્લા કેટલાય વખતથી ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. તેમ છતાં પણ વિવિધ કઠોળના લોટના ભાવમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. દિવાળીમાં જે ભાવ હતા તે જ ભાવ હાલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજયમાં ચણાના લોટની ડિમાન્ડ ઊંચી જોવા મળે છે. હાલ ચણાના લોટનો ભાવ પ્રતિકિલો રૂ. ૧૦૦થી ૧૧૦ની સપાટીએ જોવા મળી રહ્યો છે, જે દિવાળીના સમયમાં પણ આ જ ભાવ જોવા મળી રહ્યો હતો.

એ જ પ્રમાણે અડદ, મઠ, મગ, મસૂરના ભાવમાં પણ છેલ્લા બેથી ચાર મહિનામાં ૧૦થી ૨૦ ટકાનો ઘટાડો જોવાઇ ચૂકયો છે. સિઝનની આવક આવે તે પૂર્વે ભાવમાં ડાઉન ટ્રેન્ડ નોંધાયો છે તેમ છતાં પણ અડદનો લોટ, મઠનો લોટ, મગનો લોટ અને મસૂરના લોટના ભાવમાં હાલ કોઇ જ ઘટાડાની ચાલ જોવા મળી નથી.

ફલોર મિલ્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે ઊંચા વીજ પાવરના ભાવ તથા મજૂરીના કારણે ભાવમાં યથાવત્ સ્થિતિ જળવાઇ રહી છે, જોકે હોળી બાદ ચણા તેમજ ચણાની દાળની નવી આવવાની શરૂ થઇ જશે. ત્યાર બાદ ઘટાડાનો સિલસિલો જોવા મળી શકે છે.(૨૧.૧૦)

ચણાનો લોટ

રૂ. ૧૦૦-૧૧૦

અડદનો લોટ

રૂ. ૧૦૦-૧૧૦

મઠનો લોટ

રૂ. ૧૧૦-૧૨૦

મગનો લોટ

રૂ. ૧૧૦-૧૨૦

મસૂરનો લોટ

રૂ. ૧૪૦-૧૫૦

સોયાબિનનો લોટ

રૂ. ૧૦૦-૧૧૦

મકાઇનો લોટ

રૂ. ૩૫-૪૦

ચોખાનો લોટ

રૂ. ૩૫-૪૫

જુવારનો લોટ

રૂ. ૩૨-૩૭

(આંકડા પ્રતિકિલો)

(11:41 am IST)