Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

એન્જીનિયરીંગ કોર્ષ અને ફાર્મસી ફેકલ્ટીમાં પ્રવેશ માટે

૨૩મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા

અમદાવાદ, તા. ૨૧ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા માટે પરિપત્ર જાહેર થયો. ૨૩મી એપ્રિલે રાજયભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. ઈજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ એ.બી. અને એબી એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ આપી શકશે.

રાજય સરકારે ગત વર્ષથી ઈજનેરી અને ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ લાગુ કરી દીધી છે ત્યારે આ વર્ષે ૨૩મી એપ્રિલ ગુજકેટ લેવાશે. સવારે ૧૦ થી ૬ દરમિયાન રાજયના વિવિધ જીલ્લા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે. એ. બી. અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ચાર વિષયમાં પરીક્ષા લેવાશે. જેમાં ફીઝીકસ અને કેમેસ્ટ્રીનું સંયુકત પેપર હશે જેમાં બંને વિષયના ૪૦-૪૦ પ્રશ્નો ૪૦-૪૦ ગુણના હશે અને કુલ મળીને ૮૦ પ્રશ્નો સાથેનું ૮૦ ગુણનું પેપર હશે. જયારે બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ હશે જેમાં પણ ૪૦-૪૦ પ્રશ્નો રહેશે અને જેના ગુણ પણ ૪૦-૪૦ રહેશે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પરીક્ષા લેવાશે. ધો.૧૨ના અભ્યાસક્રમ આધારીત ગુજકેટનો અભ્યાસ ક્રમ રહેશે. (૩૭.૪)

 

(11:40 am IST)