Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સાયકલના સ્પેરપાર્ટની આડમાં પંજાબ પાસિંગની ટ્રકમાં લઇ જવાતા ૨૧.૮૪ લાખના દારૂ પ્રકરણમાં ગાંધીનગરના કોન્સ્ટેબલની ધરપકડ

બુટલેગરોના મોબાઈલ કોલ ડિટેલ્સની તપાસનો રેલો ગાંધીનગરના પોલીસ કોન્સ્ટેબલ સુધી પહોંચ્યો

વડોદરા : પાદરા સાંગમા કેનાલ પાસે સાઇકલના સ્પેરપાર્ટસની આડમાં પંજાબ પાસિંગની ટ્રકમાં લઇ જવાતા ૨૧.૮૪ લાખના દારૂ પ્રકરણમાં ગાંધીનગરના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને જ એસપીએ ડીઓ કરતાં પો.કો. શકિતસિંહ ઝાલાની વડોદરા ગ્રામ્યમાંથી ગાંધીનગર બદલી થઇ હતી.

પાદરા પોલીસે ગત ૮ ફેબ્રુ.એ પંજાબ પાસિંગની ટ્રકમાંથી ૨૧.૮૪ લાખના દારૂ સાથે બૂટલેગર બંધુઓ સહિત ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ગાંધીનગર ફરજ બજાવતા પો.કો. શકિતસિંહ કુમારપાલસિંહ ઝાલા સિંધરોટના બૂટલેગરો સુરેશ માળી અને ઠાકોર માળીના સંપર્કમાં હતો. આ કેસમાં બૂટલેગરોના મોબાઇલ કોલ ડિટેલ્સની તપાસ દરમિયાન રેલો પો.કો. શકિતસિંહ સુધી પહોંચ્યો હતો. પો.કો. શકિતસિંહ દારૂનું કટિંગ કરવામાં બૂટલેગર બંધુઓને આડકતરી મદદ કરતો હતો. પાદરા પોલીસે સાંગમા કેનાલ પાસેથી પકડેલા દારૂનું સિંધરોટ ખાતે કટિંગ થવાનું હતું.

(11:19 am IST)