Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ટેટૂને લીધે બે વખત રિજેક્ટ કરાતા ૩ યુવાન હાઈકોર્ટમાં

કેન્દ્રીય શસ્ત્રદળમાં જોડાવા માગતા યુવાનો કોર્ટમાં : કેન્દ્રીય શસ્ત્રદળમાં જોડાવા માગતા યુવાનો કોર્ટમાં

અમદાવાદ, તા. ૨૨ : કેન્દ્રીય શસ્ત્રદળોમાં જોડાવવા માગતા ત્રણ ગુજરાતી યુવકો ટેટૂને કારણે રિજેક્ટ થઈ જતાં તેમણે મામલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ત્રણેય યુવકોએ લેખિત પરીક્ષા તેમજ ફિઝિકલ ટેસ્ટ પાસ કરી લીધી હતી. જોકે, મેડિકલ ટેસ્ટમાં તેમના શરીર પર ટેટૂ હોવાના કારણે તેમને રિજેક્ટ કરી દેવાયા હતા. તેમણે તેની સામે અપીલ કરી હતી, અને ટેટૂ કઢાવી પણ દીધા હતા, પરંતુ ફરી મેડિકલ થતાં ટેટૂ જ્યાંથી કઢાવ્યા ત્યાં નિશાન રહી ગયા હોવાથી તેમને બીજીવાર રિજેક્ટ કરાયા હતા.

ટેટૂના કારણે બે વાર રિજેક્ટ કરાયેલા વિરેન્દ્રસિંહ સોલંકી, દિશાંત પ્રજાપતિ અને ભવાભાઈ મકવાણા નામના યુવકોએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરતાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ કાઢી ત્રણ દિવસમાં તેનો જવાબ આપવા જણાવ્યું છે, તેમજ બાબતે કોઈ નિર્ણય ના લેવાઈ જાય ત્યાં સુધી ત્રણ પોસ્ટને ખાલી રાખવામાં આવે તેવું પણ કોર્ટે સૂચન કર્યું છે.

ત્રણેય ગુજરાતી યુવકોએ બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એનઆઈએ અસમ રાયફલ્સ જેવા કેન્દ્રીય સશસ્ત્રદળોમાં કોન્સ્ટેબલના પદ માટે નીકળેલી ભરતીમાં અરજી કરી હતી. તેમણે લેખિતપરીક્ષા તેમજ ફિઝિકલ ટેસ્ટપણ પાસ કરી દીધા હતા. જોકે, જાન્યુઆરી ૨૦૨૦માં તેમનુંમેડિકલ થયું ત્યારે તેમના જમણા હાથ પર ટેટૂ હોવાના કારણેતેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા.

મેડિકલમાં રિજેક્ટ થયેલા યુવકોને અપીલ કરવાનો મોકો અપાયો હતો. સપ્ટેમ્બરમાં તેઓ મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થયા હતા અને દરમિયાન તેમણે લેસર ટ્રીટમેન્ટથી ટેટૂ પણ કઢાવી દીધા હતા. જોકે, વખતે પણ તેમને રિજેક્ટ કરાયા હતા. ટેટૂ કઢાવવામાં હાથ પર થયેલા નિશાનને રિજેક્શનનું કારણ અપાયું હતું. જેમાં દિશાંત પ્રજાપતિના રિજેક્શનમાં વજન વધુ હોવાનું તેમજ તેના ઘૂંટણ સેન્ટીમીટર અંતર રહેતું હોવાનું પણ કારણ અપાયું હતું.

(8:54 pm IST)