Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

બોન્ડેડ ડૉક્ટર્સની ફરજીયાત કોવિડ ડ્યુટી મામલે ગુજરાત હાઈકોર્ટની સરકારને નોટિસ:12મી ફેબ્રુ,એ વધુ સુનાવણી

બોન્ડેડ ડોકટર્સને ફરજિયાત કોવિડ ડ્યુટીના જાહેરનામાને રદ કરાવવા માંગ : હાઇકોર્ટે સરકારનો ખુલાસો પૂછ્યો

અમદાવાદ : બોન્ડેડ ડોકટર્સને ફરજિયાત કોવિડ ડ્યુટીના જાહેરનામાને રદ કરાવવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજીમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 12મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે

 . ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે રાજ્ય સરકારને કહ્યું હતું કે ડોકટર્સ પાસે પોલીસ વાન મુકવી નહિ, આ યોગ્ય નથી. કોલેજના વડા કે હેલ્થ કમિશનરને બોન્ડેડ ડોકટર્સ સામે જો કોઈ કાર્યવાહી કરવી હોય તો 188 હેઠળ ફરિયાદ કરી શકે છે, પરંતુ આવી ફરિયાદ ફરીવાર ન આવી જોઈએ.

અરજદારો વતી એડવોકેટ અનશીન દેસાઈ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે સેટેલાઈન પોલીસ સ્ટેશનના પીઆઈએ ડોકટરને ફરજ પર હાજર રહેવા મુદ્દે કોલ કર્યો હતો. જેના જવાબમાં ડોક્ટરે કહ્યું હતું કે મેટર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ‘નીટ’ પરીક્ષા એપ્રિલ- 2021માં લેવાશે ત્યારે તેમને રાહત આપવાની જરૂર છે. કોર્ટ દ્વારા સરકારના ફરજીયાત કોવિડ ડ્યુટીના હવે કોવિડની સ્થિતિમાં પણ સુધાર જોવા મળ્યો છે જેથી જાહેરનામાને રદ કરવામાં આવે.

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એપિડેમીક ડીઝીસ એકટમાં કોઈ એવી જોગવાઈ નથી, જે સરકારને બોન્ડેડ ડોકટર્સને ફરજીયાત કોવિડ ડ્યુટી માટે બોલાવી શકે. સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને કોન્ટ્રાકટ બોન્ડની રકમ સામે ગ્રામીણ વિસ્તારમાં મર્યાદિત સમય માટે સેવા આપી પડે છે. આ મામલે વધુ સુનાવણી 12મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે

(8:00 pm IST)