Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મહેસાણા તાલુકાના મુદરડા ગામની સીમમાં ખેતરમાં જુવારના પાળા નીચે સંતાડીને રાખવામાં આવેલ દારૂનો મસમોટો જથ્થો એલસીબીએ જપ્ત કર્યો

મહેસાણા:તાલુકાના મુદરડા ગામની સીમમં આવેલા ખેતરમાં પડેલા જુવારના પુળા નીચે સંતાડીને રાખવામાં આવેલ ભારતીય બનાવટના દારૃનો મોટો જથ્થો એલસીબીએ કબજે કર્યો હતો. બે દિવસ પહેલા રાજસ્થાનથી ટ્રકમાં ભરીને દારૃ અહીં લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. લાંઘણજ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે ઝડપાયેલા બે આરોપીઓ સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મહેસાણા એલસીબીના પીએસઆઇ  વાય.કે. ઝાલા સહિતનો સ્ટાફ લાંઘણજ  પંથકમાં રાત્રી પેટ્રોલીંગની કામગીરીમાં હતા. તે વખતે બાતમી મળી હતી કે રાજસ્થાનના કરડા ગામનો બુટલેગર પુનમારામ શ્રીરામ બિશ્નોઈઉર્ફે પી.સી. મારવાડી રાજસ્થાનથી દારૃ લાવીને મુદરડાની સીમમાં આવે મંગાજી ઠાકોરના સામળીયા કુવાવાળા આંટામાં આવેલા ખેતરમાં જુવારના પુળાની નીચે સંતાડેલ છે. જેના આધારે પોલીસે સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. અહીં કેટલાક શખસો વિદેશી દારૃની પેટીઓ પીકઅપ ડાલામાં ભરી રહ્યા હતા. પોલીસને જોઈને તે લોકો ભાગી છુટયા હતા. પરંતુ મંગાજી કેશાજી ઠાકોરરહે. મુદરડા અને ભાવેશ દલારામ માજીરાણા રહે. ખારાતા સાંચોર નામના શખસો ઝડપાઈ ગયા હતા. પોલીસે અહીં તપાસ કરતાં વિદેશી દારૃની ૭૨૨૪ બોટલો મળી આવી તહી. જેથી પોલીસે દારૃના જથ્થા અને વાહનો મળી કુલ રૃા. ૨૫.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:00 pm IST)