Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વડોદરામાં ઘૂંટણની સર્જરીના ખોટા બિલ મૂકી શખ્સે 2.5 લાખનો મેડીક્લેમ મેળવી ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં ઘૂંટણની સર્જરીના ખોટા બીલો બનાવી 2.58 લાખનો મેડીક્લેમ પકાવવાનું તરકટ રચનારા ડોક્ટર, લેબોરેટરીનો કર્મચારી અને પતિ -પત્ની વિરૂદ્ધ ઇન્સ્યોરન્સ કંપનીએ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલે છેતરપિંડીના ગુના હેઠળ ડોક્ટર, લેબોરેટરીના કર્મચારી અને મેડીક્લેમ ધારકના પતિની અટકાયત કરી હતી. જ્યારે મેડીક્લેમ રજુ કરનાર મહિલા હજુ પોલીસની પકડમાં આવી નથી.

અમદાવાદમાં રહેતા ડૉ. કેયુરભાઈ પટેલ રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓની કંપની જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી આપવાનું કામ કરે છે. પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપનીમાંથી સેજલબેન ભાવેશભાઈ કુકડિયા (રહે- કાન્હા ગોલ્ડ રેસીડેન્સી, ડભોઇ રોડ, વડોદરા) હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવ્યો હતો. ત્યાર બાદ ટીપીએ કંપનીને તેઓનો ક્લેઇમ પકવવા માટે સારવારને લગતા કાગળો તૈયાર કરી કંપનીને સોંપ્યા હતા. સેજલબેને કંપનીમાંથી 27/4/2019ના રોજ પોલીસી લીધી હતી. જેની મુદત 26/4/2020 સુધી હતી. ત્યારબાદ સેજલબેને 16/7/2020ના રોજ ડોકયુમેન્ટ્સ ટીપીએ કંપનીને જમા કરાવી 2,58,984નો મેડીક્લેમ મેળવવા અરજી કરી હતી. જેથી કંપનીને શંકા જતા અમારી કંપનીએ ખાનગી ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપી હતી .

(5:54 pm IST)