Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

તાપી નદીમાં માછલી પકડવા ગયેલ યુવકો સેલ્ફી લેવા જતા દરિયામાં ડુબ્યાઃ પાંચમાંથી બેના મોત

સુરત: તાપી નદીમાં માછલી પકડવા માટે બોટમાં ગયેલા યુવાનોની બોટ ઉંધી વળી જતા બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. અમરોલી ઉત્રાણ પાસે તાપી નદીમાં માછલી પકડવા ગયેલા યુવાનોની સેલ્ફી લેવા જતા બોટ પલટી ખાવાની ઘટના બની છે. જે બોટમાં સવાર પાંચ યુવાનો પૈકી બેના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે ત્રણ યુવાનોનો બચાવ થયો છે. અમરોલી ઉત્રાણ નજીક તાપી નદીમાં આજે પાંચ યુવાનો મિત્રો બોટમાં સવાર થઇને માછલી પકડવા માટે ગયા હતા.

દરમિયાન યુવાનો સેલ્ફી લેઈ રહ્યા હતા ત્યારે બોટનું બેલેન્સ ખોરવાતા અચાનક બોટ પલટી હતી. જેને કારણે પાણીમાં પડેલા યુવાનો પૈકી બે ડૂબવા લાગ્યા હતા. જયારે અન્ય ત્રણ યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ જાતે સલામત રીતે બહાર નીકળી ગયા હતા. જયારે સવા ત્રણ નજીક અમરોલી નજીક તાપી નદીમાં બોટ પલટી માર્યાની જાણ ફાયરને કરવામાં આવતા ફાયર બ્રીગેડે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ડૂબેલા બે યુવાનોની શોધખોળ શરુ કરી હતી. જેમાં બંનેની લાશ મળી આવી હતી. જે લાશને સ્થાનિક પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે પોસ્ટ મોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પીટલમાં મોકલી આપી હતી. ડૂબેલા યુવાનોમાં વેડરોડ પુરુષોત્તમ નગર ખાતે રહેતા અને રત્નકલાકાર ૨૦ વર્ષીય રહુલ લક્ષ્મણ સોનવણે અને વેડરોડ રહેમતનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય અજય બચ્ચુભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. જયારે બંને યુવાનોના મોતને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી છવાય ગઈ છે.

(4:34 pm IST)