Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રૂપાણી સરકારનો મોટો નિર્ણંય : ગુજરાત પોલીસનો આર. આર. સેલ કરાયો નાબૂદ

તમામ પોલીસમેને જિલ્લામાં ફળવાશે: દરેક જીલ્લાનાં એસ.પી.ને વધુ તાકાત મળશે:. 1995થી આર.આર.સેલ ચાલુ હતો

અમદાવાદ ; મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ફરી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. અને ગુજરાતમાંથી પોલીસનાં આર.આર.સેલને નાબુદ કરાયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની તમામ રેન્જમાં રેન્જ આઇ. જી. નીચા આર.આર.સેલ કાર્યરત હત અમદાવાદ રેન્જનાં કાંડ થયા બાદ સરકાર દ્વારા આ મહત્વનું પગલું લોવામાં આવ્યું છે. તાજેતરમાં જ આર.આર.સેલનો જમાદાર અધધધ લાંચ લેતા ઝડપાયો હતો.

   ગુજરાતમાં વર્ષ 1995થી આર.આર.સેલ ચાલુ હતો અને જેતે સમયે સમયની માંગ અને પોલીસની કાર્યવાહિમા શરળતા માટે પોલીસમાં આર.આર.સેલનું ગઠન કરવામાં આવ્યું હતું. સમયમાં પરિવર્તન સાથે પોલીસનાં આ માળકામાં પણ બદલાવ લાવતા સરકાર દ્વારા આર.આર.સેલનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. આર.આર.સેલનું વિસર્જન કરી દેવામાં આવતા આર.આર.સેલમાં ફરજ બજાવતા તમામ પોલીસમેને જિલ્લામાં ફળવાશે. આ ફાળવણીનાં કારણે દરેક જીલ્લાનાં એસ.પી.ને વધુ તાકાત મળશે

(12:42 pm IST)