Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ડેડીયાપાડા તાલુકા પંચાયત હોલમાં મહિલા સામખ્ય, નર્મદા દ્ધારા રોજગાર તાલીમનું આયોજન

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે મહિલા સામખ્યએ મિશન મંગલમ સાથે કોર્ડીંનેશન કરી તાલુકા પંચાયત હોલ ખાતે સંઘ મહાસંઘની બહેનો સાથે મળીને બહેનોને ગૃહ ઉદ્યોગ તેમજ આર્થિક રોજગારી કઈ રીતે મેળવવી તેમજ ગૃહ ઉદ્યોગો થકી આર્થિક પરિસ્થિતિ ને દૂર કરવા તેનું વેચાણ માર્કેટિંગ વિશેનું તાલીમાર્થીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેવી રીતે મહાત્મા ગાંધીજી એ કહ્યુ હતુ કે ભારત દેશ માં કરોડો ખેડૂતો વસે છે, પરંતુ ખેતીની આવક પુરતી ન થાય તેમાં ટેકો કરવા માટે ગૃહ ઉદ્યોગ ખુબજ જરૂર છે જેથી બેકારી ઘટે અને ગ્રામ્ય લેવલે સ્થાનિક રોજગારી મળી રહે તે હેતુસર મહિલા સામખ્યના જે.આર.પી. પ્રજ્ઞાબેન તેમજ તાલીમાર્થીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને અને આર્થિક રીતે આગળ આવે એ બાબતે આ મુહિમ ચલાવાઈ છે.વધુમાં તેમણે જણાવ્યુ હતું કે ટૂંક સમય માં આ કાર્યની શરૂઆત થશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમ માં જે.આર.પી. પ્રજ્ઞા બેન,નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિ નર્મદા જિલ્લા પ્રમુખ જયદીપ વસાવા,આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ નર્મદા જિલ્લા એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ સર્જન વસાવા તેમજ સંઘ,મહાસંઘ નાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:50 am IST)
  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST