Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

હવે રાજ્યભરના ગાર્મેન્ટ એજન્ટોનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાશે :છેતરપિંડી નિવારવા નિર્ણંય

વાર્ષિક સ્નેહમિલનમાં વેપારીઓના પ્રશ્ને પેનલ ડિશક્શન થયું :આરબીસ્ટ્રેશન કમિટિ દ્વારા કોશન લિસ્ટ જાહેર

 

અમદાવાદ :રાજ્યભરના ગાર્મેન્ટના એજન્ટોનું રજીસ્ટ્રેશન કરાવવા નિર્ણંય લેવાયો છે વેપારીઓ સાથે થતી છેતરપીંડી નિવારવા માટે દલાલી કરતા એજન્ટોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનો  નિર્ણય ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના વાર્ષિક સ્નેહમિલનમાં લેવાયો હતો.ગારમેન્ટ એસોસિયેશનના વેપારીઓની સાથે વર્ષે કરોડોની છેતરપીંડી થઇ રહી હોવાથી નિર્ણય લેવામાં આવ્યાનું જણાવાઈ છે .

   કાર્યક્રમમાં ગુજરાત બહારના વેપારીઓને પણ આમંત્રણ આપવામાં આવેલ,તેમની વચ્ચે વેપારીઓના પ્રશ્નો અંગે પેનલ ડિશકશન પણ થયું હતું. સંમેલનમાં વેપારીઓનો માલ લઇને નાણા નહીં ચુકવી શકનાર વેપારીઓનું આરબીસ્ટ્રેશન કમિટિ દ્વારા કોશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

  એસોસિયેશનની આરબીટ્રેશન કમિટી દ્વારા આઠ પેઢીઓનું લિસ્ટ જાહેર કરાયું હતું. જેમાં દિલ્હીની ટીઆઇ ટ્રેડિંગ કો, કર્ણાટકનુ સ્વાગત ક્રિએશન,મધ્યપ્રદેશનું સપના ગારમેન્ટ, ઓરિસ્સાનું લલિત ક્લોથ અને બહેરામપુરનું જ્પોન ક્રિએશન,ઓરંગાબાદનું રવિ કલેક્શન તથા ચેન્નાઇની પોશ કંપનીનો સમાવેશ થાય છે.

    એસો.ના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું હતું કે જે લોકોએ માલ લઇને નાણાં નથી આપ્યા તેવી પેઢીઓના નામ જાહેર કરાયા છે જેથી વેપારીઓ તેમની સાથે કોઇ વ્યવહાર કરે નહીં તેમની કેટલીક પેઢીઓ એવી છે કે જેમણે એજન્ટ મારફતે માલ ખરીદ્યયો છે. આથી અમે હવે એજન્ટોનું પણ ફરજિયાત રજીસ્ટ્રેશન કરીશું.જેમાં તેમના પાન કાર્ડ, બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ સહિતની વિગતોનો સમાવેશ થાય છે.જેથી તેઓ ખરેખર મોટા નાણાકીય વ્યવહાર કરવા માટે સક્ષમ છે તેની પણ ચકાસણી કરી શકાશે.

(11:58 pm IST)