Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુરતમાં ૧૬ થિયેટરોમાં પદ્માવત નહી જ બતાવાય

મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવાયો

અમદાવાદ,તા.૨૨ : સુરતમાં કુલ ૨૪ થિયેટરોમાંથી ૧૬ થિયેટરોમાં ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય લેવાયો છે. જયારે આઠ થિયેટરોમાં પદ્માવત રજૂ કરવા અંગેની વિચારણા ચાલી રહી છે. પદ્માવત ફિલ્મના વિવાદ અને વિરોધ વચ્ચે આજે સુરત જિલ્લા કલેકટર, સુરત શહેર પોલીસ કમિશનર અને થિયેટર સંચાલકો વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં લોકોના જાન-માલની સુરક્ષા, થિયેટરોનું રક્ષણ સહિતના સઘળા પાસાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.

થિયેટર સંચાલકોએ તમામ પાસાઓ ધ્યાનમાં લીધા બાદ સુરતના કુલ ૨૪ થિયેટરો પૈકીના ૧૬ થિયેટરોમાં પદ્માવત નહી બતાવવાનો નિર્ણય લેવાયો છે, જયારે આઠ થિયેટરમાં આ ફિલ્મના રિલીઝ કરવી કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. બીજીબાજુ, કરણી સેનાના નેતાઓ અને આગેવાનો દ્વારા પણ આવતીકાલે સુરત પોલીસકમિશનર અને કલેકટર સાથે આ મુદ્દે મહત્વની બેઠક યોજી તેમને ફિલ્મની રિલીઝ પડતી મૂકવા અનુરોધ કરાય તેવી શકયતા છે.

(8:17 pm IST)