Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુરતના ખાગી દવાખાનામાં ધમાલઃ બીલ ભરવા બાબતે ડખ્ખો કરી પથ્થર મારી કાચ ફોડી નાખ્યા

સુરતના ઉધના સોસિયો સર્કલ પાસે આવેલી યુનિક હોસ્પિટલમાં દર્દીના મોત બાદ સબંધીઓએ ધમાલ મચાવી હતી.ડોકટરે બિલ ભરવાનું કહેતા મૃતક દર્દીના સબંધીઓએ ડખ્ખો કરવાની સાથે હોસ્પિટલ પર પથ્થરમારો કર્યો હતો. આ પત્થરમારામાં હોસ્પિટલના કાચ તૂટ્યા હતા. તબીબ અને મૃતક દર્દીના સબંધીઓએ સામ-સામે આક્ષેપો કર્યા હતા. તબીબના જણાવ્યા અનુસાર બિલ ભરવા માટે કહેતા દર્દીના સબંધીઓએ તેનો ઈનકાર કર્યો હતો. દર્દીના સબંધીઓએ દાવો કર્યો હતો કે તેમણે બિલ ભરી દીધા છે. હોસ્પિટલનું આશરે 85 હજાર જેટલું બિલ થયું હતુ. જો કે દર્દીના મોત બાદ કવરેજ માટે પહોંચેલા મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.

(6:13 pm IST)