Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

માંગરોળ તાલુકાના નવપરામાં ફેકટરીમાં કામ કરતી તરુણી સાથે સુપરવાઈઝરે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતા ચકચાર

બારડોલી:માંગરોળ તાલુકાના નવાપરા ખાતે કપડા બનાવવાની ફેકટરીમાં કામ કરતી ૧૭ વર્ષની તરૂણીને ફેકટરીના સુપરવાઇઝરે લગ્નની લાલચ આપી અવારનવાર  શરીરસંબંધ બાંધ્યો હતો.

સુપરવાઇઝરે વતનમાં  જઇ અન્ય યુવતિ સાથે લગ્ન કરી લીધા હતા. બીજી તરફ તરૂણી ગર્ભવતી બનતા કોસંબા પોલીસમાં સુપરવાઇઝર વિરૂદ્ધ ફરિયાદ  નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે.

કીમ ચાર રસ્તાથી નવાપરા જતા રોડ પર કપડા બનાવવાની ફેકટરી આવેલી છે. આ ફેકટરીમાં સુપરવાઇઝર તરીકે મદનસીંગ જબ્બરસીંગ રાજપૂત (ઉ.વ. ૨૫, મૂળ રહે. ગોડા દેવરામ, તા. દેસુરી, જિ. પાલી, રાજસ્થાન) કામ કરે છે.

કીમ ચાર રસ્તા ખાતે રહેતી  ૧૭ વર્ષની નેપાળી તરૂણીના પિતાને અકસ્માત થતાં અને માતા બિમાર રહેતી હોય ઘર ચલાવવા પૈસાની જરૂરિયાત ઉભી થતાં કપડા બનાવવાની ફેકટરીમાં કામ કરવા જતી હતી.

તરૂણી ફેકટરીમાં કામ કરતી હતી તે સમયે ફેકટરીના સુપરવાઇઝર મદનસીંગ રાજપૂતે તેણીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને ફેકટરીમાં રસોડાની સામેના રૂમમાં અવારનવાર તેણી સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. મદનસીંગ રાજપૂતે તરૂણી સાથે શરીરસંબંધ બાંધતા ૧૮ અઠવાડિયા ત્રણ દિવસનો ગર્ભ રહી ગયો છે. તરૂણી ગર્ભવતી છે.

બીજી તરફ મદનસીંગ રાજપૂતે પોતાના વતન જઇ અન્ય યુવતિ સાથે લગ્ન કરી લીધા હતા. મદનસીંગ રાજપૂતે લગ્ન કરી લીધા હોવાની જાણ તરૂણીને થતાં કોસંબા પોલીસ મથકમાં જઇ મદનસીંગ રાજપૂત વિરૂદ્ધ લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી અન્ય યુવતી સાથે લગ્ન કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે મદનસીંગ રાજપૂતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:57 pm IST)