Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મોડાસામાં 24 ગાય-વાછરડાને કતલખાને લઇ જતી ગાડીને ગ્રામજનોએ ઝડપી પાડી

મોડાસા: તાલુકામાં વધતી જતી પશુ તસ્કરીથી પશુપાલકો ખફા થયેલા છે ત્યારે તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં થઈ ૩૪ ગાય-વાછરડા ભરી કતલખાને લઈ જવાતું પીકઅપ ડાલું ગ્રામજનોની અડફેટે ચડી જતાં  ડાલૂ ઝડપી લીધું હતું  અને ૧૦ ગાયો સહિત ૨૪ વાછરડાઓને મોતના મુખમાંથી ઉગારી લેવાયા હતા.આ બનાવ અંગે મોડાસા રૂરલ પોલીસને જાણ કરાતાં પોલીસે રૂપિયા ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.જયારે પશુધન  ઈડર પાંજરાપોળ ખાતે મોકલી અપાયું હતું.
સમગ્ર અરવલ્લી જિલ્લામાં શરૂ થયેલી કડકડતી ઠંડી સાથે જ તસ્કરીના ગુનાઓનું પ્રમાણ વધ્યું હોય એમ ઘરફોડથી લઈ પશુ તસ્કરીના બનાવો નોંધાઈ રહયા છે.ગત રવિવારના રોજ મોડાસા તાલુકાના અંતરીયાળ એવા રાજપુર-કેશાપુર માર્ગે થી પસાર થઈ રહેલા પીકઅપ ડાલામાં મરણતોલ હાલતમાં મોટાપ્રમાણમાં ગાય વાછરડા ભર્યા હોવાથી શંકા જતાં કેટલાક ગ્રામજનોએ આ વાહન ચાલકને રોકવા પ્રયાસ કર્યા હતા.પીકઅપ ડાલા નંબરનો ચાલક અને બીજા પાંચ જેટલા વાહનમાં સવાર ઈસમો પરિસ્થિત પારખી જતાં માર્ગ વચ્ચે જ પીકઅપ ડાલુ છોડી ભાગી ગયા હતા.જયારે આ વાહનમાં તપાસ કરતાં પીકઅપ ડાલામાં ૧૦ ગાયો અને ૨૪ જેટલા વાછરડા  બાંધેલા મળી આવ્યા હતા.
મોડાસા રૂરલ પોલીસને જાણ કરાતાં  પોલીસે ગાય  ૧૦ કિંમત રૂપિયા ૫૦ હજાર અને વાછરડા  ૨૪ રૂપિયા ૬૦ હજાર મળી કુલ રૂપિયા ૩,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધે હતો.પોલીસે પીકઅપ ડાલા ના ચાલક સહિત બીજા પાંચ ફરાર આરોપીઓ વિરૂધ્ધ ધી ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ  હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અને ગ્રામજનોના સહકાર લઈ મોતના મુખમાંથી ઉગારી લેવાયેલ આ પશુધન ઈડર પાંજરા પોળ ખા તે મોકલી અપાયું હતું.

(5:56 pm IST)