Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

અગમ્ય કારણોસર અમદાવાદી મહિલાએ અગ્નિસ્નાન કર્યું

અમદાવાદ:ના શીલજ વિસ્તારમાં મહિલાાએ અગ્નિસ્નાન કરી લીધાંના બનાવમાં નવો ફણગો ફૂટ્યો છે. જેમાં કુંટુંબીજનોએ જ તેને જમીનના ડખામાં જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે વધું તપાસ હાથ ધરી છે. જ્યારે મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદના શીલજ વિસ્તારમાં એક મહિલાએ આવેશમાં આવી જઈને અગ્નિસ્નાન કરી લીધું હોવાના કેસમાં તેને જીવતી સળગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

શીલજમાં કુંટુબીક ભાયાતો દ્વારા પોતાની જમીન પર ફેન્સિગ બનાવવી શરૂ કરાતા મહિલાએ તેમને અટકાવ્યા હતા. મહિલાએ તેમને પડકારતા તેમ ન કરવા વાર્યા હતા. પણ તેઓ  ન માનતા ફેન્સિંગ બનાવવી શરૂ કરી દીધી હતી. તેઓ ન માનતા મહિલા ગુસ્સે ભરાઈ હતી. તેમણે ફેન્સિંગ બનાવતા અટકાવવા મારવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે કુટુંબીજનોએ મહિલાના શરીર પર જ્વલંતશીલ પ્રવાહી રેડી સળગાવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  મહિલા હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ કેસમાં હાલ 4 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોપલ પોલીસે ફરીયાદને આધારે વધું તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)