Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઢુણાદરાના ચંપાકુઈ ગામે બારીની ગ્રીલ તોડી તસ્કરો 1.67 લાખની મતા ચોરી પલાયન

ખેડા:જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માથુ ઉચક્યું છે. રાત્રીના અંધારામાં મીઠી નીંદર લઇ રહેલા મકાન માલિકોના ઘરમાં પ્રવેશ કરી આ તસ્કરો લાખ્ખો રૂપિયાની મત્તા ચોરી પલાયન થઇ જાય છે. આવો જ વધુ એક બનાવ ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે બન્યો છે. જ્યા ગઇકાલે મધ્યરાત્રે ત્રાટકેલા તસ્કરો ઘરમાં પ્રવેશી રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧.૬૭ લાખ જેટલી માતબર રકમની ચોરી કરી ગયા હતા.
ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે ચંપાકુઇ ગામે પ્રવિણભાઇ ઉર્ફે મહારાજ નાનાભાઇ પરમાર રહે છે. જેઓ અગાઉ ગામમાં સરપંચ પણ રહી ચુક્યા છે. પ્રવિણભાઇ તેમજ તેમનો પરિવાર તા.૨૦ જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે ઘરે સુઇ રહ્યો હતો. ત્યારે રાત્રીના ૨ થી ૪ ના સમયગાળા દરમ્યાન અજાણ્યા તસ્કરો તેમના ઘરમાં ત્રાટક્યા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો પહેલા તો મકાનની બારીની લોખંડની જાળી કાપી મકાનમાં પ્રવેશ્યા હતા. જે બાદ પ્રવિણભાઇની તીજોરી જે રૂમમાં મુકેલી હતી તે રૂમનો નકુચો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. અને ત્યાર બાદ તીજોરી તેમજ તીજોરીના લોકરને તોડી તેેમાંથી રોકડ રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા ૧.૬૭ લાખ ની મતતાની ચોરી કરી ભાગીગયા હતા.
સમગ્ર ઘટના અંગે સવારના સમયે પ્રવિણભાઇના પરિવારજનોને ખબર પડતા તેઓેએ ડાકોર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે ઘસી આવી હતી અને ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.

(5:50 pm IST)