Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

તમામ રાજયનાં નર્મદા નીરમાં પાણીકાપઃ મુખ્ય સચિવનો ધડાકો

રાજયમાં નર્મદાના પાણીને લઇને જાગેલા વ્યા૫ક ઉહાપોહ વચ્ચે આજે રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંદ્યે ૫ત્રકાર ૫રિષદ યોજીને જણાવ્યું હતું કે, ફકત ગુજરાત જ નહીં, સરદાર સરોવરમાંથી પાણી મેળવતા તમામ રાજયને ફાળવવામાં આવતા પાણીના જથ્થામાં કા૫ મુકવામાં આવ્યો છેનર્મદાના પાણી અંગેની રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંદ્યે વધુમાં કહ્યું હતું કે, નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય છે. ડેમમાં થયેલા પાણીના સંગ્રહને ધ્યાને લેતા એક વર્ષ માટે ઓછુ પાણી મળશે. તેઓએ જણાવેલ કે સરદાર સરોવર ઉ૫રના ડેમ ઇન્દિરા સાગર ડેમમાં પાણીનો સંગ્રહ થયો નથી. તેમાંથી પાણીની ઓછી આવક થઇ રહી છે. માટે સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ થયો નથી. તેમણે ખેડૂતોને બકનળી હટાવવા અપિલ કરતા વધુમાં કહ્યું હતું કે, ખેડૂતોને ખરીફ અને રવિપાક માટે પાણી આ૫વામાં આવ્યું હતું. નર્મદા બેઝીનમાં પાણીના જથ્થાનો પુરતો સંગ્રહ થયો નથી.

(5:42 pm IST)