Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઓમપ્રકાશ રાવત બન્યા દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર

૨૩મીથી ચાર્જ સંભાળશે ઓમ પ્રકાશ રાવત

નવી દિલ્હી તા. ૨૨ : ગુજરાતના ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવતની દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે, તેઓ ૨૩ જાન્યુઆરી આ પદની જવાબદારી સંભાળશે. ૬૪ વર્ષીય રિટાયર્ડ IAS ઓફિસર અચલ કુમાર જયોતિની જગ્યાએ આ પદ સંભાળશે.

 

રાવતે ૨૦૧૫માં ઈલેકશન કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ તેમણે કેન્દ્ર તથા રાજયો માટે વિવિધ કામગિરીઓમાં ફરજ બજાવી છે. મે ૧૯૯૪માં તેમણે સંયુકત રાષ્ટ્રના ઈલેકશન ઓબઝર્વર તરીકે પણ સાઉથ આફ્રિકા બોલાવાયા હતા. ભૂતપૂર્વ નાણાં સચિવ અશોક લવાસાને રાવતના સ્થાને ઈલેકશન કમિશનર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

 

(10:51 am IST)