Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પદ્માવતિ ફિલ્મનો વિરોધ સ્થગિત કરવાની જાહેરાત:વડોદરા રાજપૂત સમાજના આગેવાનોનો નિર્ણય

તમામ સિનેમા ઘરોના માલિકોએ મફતમાં પણ જો ફિલ્મની પ્રિન્ટ મેળશે તો બતાળવામાં નહીં આવે તેવી ખાતરી આપતા નિર્ણય કરાયો

વડોદરા :રાજ્યમાં પદ્માવત  ફિલ્મનો જબરો વિરોધ થઇ રહ્યો છે પદમાવત ફિલ્મ કોઈપણ સંજોગોમાં રિલીઝ નહિ કરવા દેવા નીર્ધાર વ્યકત કરાઈ રહયો છે ત્યારે પદ્માવતિ ફિલ્મનો વિરોધ સ્થગિત કરવાની જાહેરાત વડોદરા રાજપૂત સમાજના આગેવાનોએ કરી છે રાજ્યના તમામ સિનેમા ઘરોના માલિકોએ મફતમાં પણ જો ફિલ્મની પ્રિન્ટ મેળશે તો બતાળવામાં નહીં આવે તેવી ખાતરી આપતા નિર્ણય કરાયો છે

    સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતિને લઇને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ કર્યો હોવા છતાં કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ યથાવત છે. રાજ્યના તમામ સિનેમા ઘરોના માલીકો સાથે કરણી સેના તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી બેઠકમાં એક મહત્તવનો નિર્ણય લેવાયો છે. જેમાં તમામ સિનેમા ઘરોના માલિકોએ મફતમાં પણ જો ફિલ્મની પ્રિન્ટ મેળશે તો બતાળવામાં નહીં આવે તેવી ખાતરી આપતા આજે વડોદરા રાજપૂત સમાજન આગેવાને પદ્માવતિ ફિલ્મનો વિરોધ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

    વડોદરા રાજપૂત સમાજના આગેવાન પ્રક્રમસિંહ જાડેજાએ આજે  પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી ફિલ્મ પદ્માવિતને લઇને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં કરણી સેનાના નામે કેટલાક અસમાજીક તત્તવો દ્વારા સરકારી મિલ્કતોની તોડફોડ કરી નુકશાન કરવામાં આવી રહ્યું છે, જે ખુબજ નિંદનીય છે. ગત રોજ રાજ્યના તમામ સિનેમા ઘરોના માલિકો સાથે રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં દેશના તમામ હિન્દુઓની લાગણીને માન આપતા સિનેમા ઘરોના માલિકોએ પદ્માવતિ ફિલ્મની પ્રિન્ટ મફતમાં પણ જો મળશે તો બતાવવાનો ઇનકાર કર્યો છે.

 વધુમાં તેઓ જણાવ્યું હતુ કે, જો રાજ્યના સિનેમા ઘરોમાં ફિલ્મ રિલીઝ નથી થવાની તો પછી વિરોધ શેનો, અને અત્યાર સુધી જે પણ સરકારી મિલ્કતોને અસામાજીક તત્વો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી યોગ્ય છે.

(9:12 am IST)