Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ગુજરાત રાજ્ય મંત્રીમંડળનું રાજીનામું રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીને સુપરત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે બપોરે ૪-૩૦ કલાકે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ અને મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સાથે રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીને ગાંધીનગરમાં રાજભવન ખાતે રૂબરૂ મુલાકાત લઇને ગુજરાતના વર્તમાન મંત્રીમંડળનું રાજીનામું સુપરત કર્યું હતું.

તેમણે મંત્રીમંડળને રાજ્યપાલશ્રીના મળેલા સહકાર બદલ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.

રાજ્યપાલશ્રીએ તેમને વિધાનસભા ચૂંટણીઓમાં વિજય અંગેની શુભેચ્છા આપી હતી. અને અન્ય વ્યવસ્થા થતાં સુધી કાર્યભાર સંભાળવા જણાવ્યું હતું.

(5:38 pm IST)