Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અન્ય શહેરોમાંથી સુરત આવતા લોકોનો ફરજીયાત કોરોના ટેસ્ટ કરાશેઃ પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય

ગાંધીનગર :ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યુ છે. અમદાવાદમાં કરફ્યૂ બાદ હવે ગુજરાતના મોટા શહેરોએ તકેદારીના પગલા લેવાની શરૂ કરી છે. અન્ય રાજ્યનુ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. આવામાં અમદાવાદ આવતી જતી તમામ એસટી બસો પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, અન્ય શહેરોમાઁથી સુરત આવતા તમામ લોકોનું કોરોના ટેસ્ટીંગ ફરજિયાત કરવામાં આવશે. 

સુરતના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણી દ્વારા જાહેરાત કરાઈ કે, તહેવારો બાદ સુરત આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાશે. દિવાળીમાં બહાર ગયેલા લોકોનું સુરતમાં પ્રવેશ સમયે ટેસ્ટિંગ થશે. કોવિડની સ્થિતિમાં સંક્રમણને ધ્યાને લઇ આ નિર્ણય કરાયો છે. 

અમદાવાદમાં હાલ કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી અમદાવાદ જતી આવતી તમામ બસો પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે સુરતથી અમદાવાદ જતી એસટી બસો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદ કરફ્યૂને કારણે આ નિર્ણય લેવાયો છે. તો સાથે જ અન્ય જગ્યા પરની બસો ડાયવર્ટ કરાશે. સોમવારે સવારે 6 વાગ્યા સુધી એસટી બસો પર પ્રતિબંધ મૂકાયો છે.

(5:33 pm IST)