Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમદાવાદ:ગરીબો માટેના સસ્તા અનાજનો જથ્થો કાળા બજારમાં વેચતા હોવાનું કૌભાંડ ઝડપી પોલીસે 16 હજાર કિલો ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદ:  કોરાનાની મહામારીમાં લોક ડાઉન બાદ ધંધા રોજગાર પડી ભાંડયા હતા જેથી ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતી એટલી હદે કથડી છે કે ખાવાના પણ ફાફા છે. ગરીબોને અન્ન મળી રહે તે માટે સરકાર સસ્તા અનાજની દુકાનથી અનાજ પુરુ પાડે છે, જેના કારણે ગરીબોને બે ટંક ખાવાનું મળી રહે, તેવા સંજાગોમાં કાળા બજારીઓ ગરીબોનો કોળીયો છીનવી રહ્યા છે. નરોડાથી ગરીબો માટેના અનાજનું કાળા બજાર કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ૧૬,૦૦૦ કિલો ઘઉ અને ચોખા ગિરધરનગરમાં સસ્તા અનાજની દુકાને પહોચાડવાના બદલે નરોડા જીઆઇડીસીમાં વેપારીને વેચવા આવ્યા હતા.

અધિક પોલીસ કમિશનર સેકટર-૨, ગૌતમ પરમારના જણાવ્યા મુજબ ગઇકાલે રાતે ચોકકસ બાતમી  આધારે નરોડા જીઆઇડી ખાતે ફેઝ-૩માં આવેલા અને કોતરપુર  વોટર વર્કસ, નોબલનગર પાસે સ્વીમન પાર્કમાં રહેતા મહેશભાઇ હરગોવનદાસ નાથાણીના ગોડાઉનમાંથી ઘ ઉ અને ચોખાનો ૧૬,૦૦૦  કિલો જથ્થો પકડી પાડયો હતો, પોલીસે ઘટના સ્થળેથી મેઘાણીનગર,  રામેશ્વર, કુભાની ચાલીમાં રહેતા ટ્રક ડ્રાઇવર સુખબીર તોમર અને હરિદર્શન ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ પાર્ક ખાતે રહેતા મહેશભાઇ માંગીલાલ તેલીને ઝડપી પાડયા હતા અને રાણીપમાં રહેતા પરસોત્તમભાઇ દશરથભાઇ તિવારી તથા ગીતાબહેન અશ્વિનકુમાર ચુનારા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે અને ઘઉ -ચોખા સહિત  કુલ ૩.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

(5:53 pm IST)