Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજપીપળામાં તહેવારો પૂર્વજ સર્વર બંધ પડતા રેશનકાર્ડ પર અનાજ લેવા આવેલા ગ્રાહકોમાં રોષ ફેલાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકાર કાર્ડ ધારકો માટે મફત અનાજનું આયોજન કરી લોકડાઉન જેવા કપરા સમયમાં મધ્યમ ગરીબ વર્ગો ને આર્થિક રીતે મદદરૂપ થઈ છે પરંતુ નર્મદા જિલ્લામાં અવાર નવાર સર્વરની મુશ્કેલી ઉભી થતા ઓનલાઈન કામો અટકી પડતા હોય છે જેમાં 22 ઓગસ્ટએ રક્ષાબંધનનો મોટો પર્વ છે ત્યારે આજે 21 ઓગસ્ટ ની સવારથી સર્વર બંધ પડી જતા ગ્રામ્ય વિસ્તારમાંથી કાર્ડ પર અનાજ લેવા રાજપીપળાની દુકાનો પર આવેલા ગ્રાહકો કલાકો લાઈનમાં ઉભા રહેતા રોષ વ્યકત કરતા જોવા મળ્યા હતા.

ખેતરમાં મજૂરી કામ કરી પેટિયું રડતા ગરીબ પરિવારો મુજરી કામ છોડી પુરવઠાનો જથ્થો લેવા ભાડું બગાડી આવતા હોય તેવા સમયે સર્વર બંધ પડતા રેશનકાર્ડ પરનું અનાજ સમયસર ન મળે ઉપરાંત તેમની મજૂરી પણ ન મળતા જાયે તો જાયે કહા જેવા ઘાટ થતો હોય માટે સરકાર નર્મદા જિલ્લાના ઘણા ગામની આ વારંવારની તકલીફ માટે યોગ્ય કરે તેવી આ પરિવારો આશા રાખી રહ્યા છે.

(11:32 pm IST)