Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર સાણંદ અને વિરમગામ દ્વારા 'સ્નેહરક્ષા' કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના ઝોન-૪ ના સંયોજક હરીશભાઈ મચ્છર સહ ઝોન સંયોજક યોગેન્દ્રસિંહ ગોહીલ અમદાવાદ જીલ્લા વાલી શૈલેષભાઇ દાવડા જીલ્લાના સહ વાલી યસવંતભાઈ મિસ્ત્રી, રમેશભાઈ ચૌહાણ ના માર્ગદર્શન મુજબ સાણંદ તાલુકામાં કોરોનાના કપરા કાળમાં જેમણે સેવા આપી હતી તેવા પોલીસ જવાનો, કચેરી ના મિત્રો, સંગઠનના સભ્યો, નગરપાલિકા સ્ટાફ, આરોગ્ય કર્મચારી અને સ્વામી વિવેકાનંદ યુવક મંડળના સંયોજકોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે 'સ્નેહરક્ષા' કાર્યક્રમ અંતર્ગત સ્વામી વિવેકાનંદ મહિલા કેન્દ્રના બહેનો દ્વારા રક્ષા સૂત્રો બાંઘીને કોરોના વોરિયરના સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
  સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, વિરમગામ તાલુકા અને વિરમગામ નગર તાલુકા દ્વારા સરકારી કચેરીઓમાં રક્ષાબંધન નિમિત્તે સરકારી કર્મચારી સહિત, આરોગ્ય વિભાગના કર્મચારી, પત્રકાર મિત્રો તથા સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી "સ્નેહરક્ષા" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી (તસવીર : ચિરાગ પટેલ -  સાણંદ)

(6:48 pm IST)