Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સુરતના પાંડેસરા-બમરોલી રોડ નજીક મિત્રને ઇન્સટ્રાગ્રામ પર બીભત્સ ફોટા મોકલવા પરિણીતાને ભારે પડ્યા

સુરત: પાંડેસરા-બમરોલી રોડ પર રહેતી પરિણીતા સુનીધી (ઉ.વ. 30 નામ બદલ્યું છે) ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ડિસેમ્બર 2019 માં હર્ષીલ તળાવીયા નામન આઇડી ધારકની ફોલો રીકવેસ્ટ આવી હતી. સુનીધીએ રીકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ તેઓ મેસેજ પર વાતચીત કરતા હતા અને આ દરમિયાન સુનીધીએ પોતાના કેટલાક બિભત્સ ફોટો પણ હર્ષીલને મોકલાવ્યા હતા. પરંતુ નવેમ્બર 2020માં સુનીધીએ હર્ષીલને બ્લોક કરી દીધો હતો. દરમિયાનમાં જુલાઇ 2021માં સુનીધીના પતિ સુરેશ (નામ બદલ્યું છે) પર અવની713 નામના અજાણ્યા આઇડી પરથી ફોલો રીક્વેસ્ટ આવી હતી. સુરેશે આ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને તેણે સુનીધીના કેટલાક બિભત્સ ફોટો મોકલાવ્યા હતા. જેથી સુરેશે આ ફોટો સુનીધીને બતાવતા તે ચોંકી ગઇ હતી. સુનીધીએ જે ફોટા હર્ષીલને મોકલાવ્યા હતા તે જ ફોટો અવની713 નામના આઇડી પરથી પતિ સુરેશને મોકલાવ્યા હતા. જેથી સુરેશે અવની713 આઇડીને બ્લોક કરી દીધું હતું પરંતુ આઇડી ધારકે પોતાનું નામ બદલી હાલમાં અવી199813 કરી દીધું હતું. જેને પગલે સુનીધીએ આ આઇડી ધારક વિરૂધ્ધ આઇટી એક્ટ હેઠળ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. 

(5:19 pm IST)