Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પ્રાંતિજના સીતવાડા નવાપુરા ગામે નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં બે જૂથ સામસામે આવ્યા:તલવારો સહીત પાઇપથી હુમલો થતા 6 વિરુદ્ધ ગુનો દાખલ

પ્રાંતિજ: તાલુકાના સીતવાડા નવાપુરા ગામે રાત્રિના સમયે જન્મ દિવસની ઉજવણી કરી કેક કાપ્યા બાદ હોેટલ બાહર આવી બોલાચાલી કરી એક જ કોમના બે જુથ વચ્ચે અદાવતમાં જુથ અથડામણ થઇ હતી. જેમાં તલવારોપાઇપ સહિત હથિયારોથી હુમલો કરતા છ વ્યકિતને ઇજા થઇ હતી.

આ મામલે પ્રાતિજ પોલીસ સ્ટેશને બંને જુથોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે નવ વ્યકિત સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.  પ્રાંતિજ ના સીતવાડા નવાપુરા ખાતે અગત અદાવતને લઈને શુક્રવારની રાત્રીના ૧૦ કલાકે વડવાસા પાસે આવેલી ધનલક્ષ્મી કાઠિયાવાડી હોટલ આગળ જ બે જુથો વચ્ચે   સામ-સામે બોલાચાલી બાદ ધિગાણુંમાં તલવારો ઉડી હતી અને બંને પક્ષે થઈ છ લોકોને ઈજા થતાં હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. 

જુથ અથડામણને લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડયો હચા અને નવ લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. આ મામલે પીઆ એસ.એચ. ત્રિવેદીએ બંને પક્ષે ગુનો નોંધીને તલવારપાઇપ સહિતના હથિયારો અને હોટેલ બહારથી ઇકોકારચાર બાઇક સહિતના વાહનો કબેજ લીધા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(5:12 pm IST)