Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ચાતુર્માસમાં SGVP ગુરુકુલના ધારણા પારણા વ્રતધારી ઋષિકુમારોને પારણા કરાવતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદ તા. ૨૧ ચાતુર્માસમાં લેવાતા નિયમો વિજ્ઞાનની દ્રષ્ટિએ આરોગ્યવર્ધક હોય છે. આવા વ્રતો જો ભગવત પ્રસન્નાર્થે કરવામાં આવે તો મોક્ષમૂલક બને  છે.

    શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અેસજીવીપી ગુરુકુલમાં રહેતા સંતો ચાતુર્માસમાં પોતાની શારીરિક અનુકુળતા પ્રમાણે પયોવ્રત, ચાન્દ્રાયણ, ધારણા પારણા, વગેરે નિયમો લેતા હોય છે. તે જોઇને ઋષિકુમારો પણ વ્રતોમાં જોડાય છે

    ધારણા અને પારણા વ્રત અત્યંત કઠિન હોય છે. જેમાં અેક દિવસ જમવાનુ અને બીજે દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. આરીતે એક માસ પર્યંત વ્રત કરવાનું હોય છે.

    કેવળ ભગવત પ્રસન્નાર્થે SGVP ગુરુકુલના સંતો અને ઋષિકુમારોએ ચાતુર્માસમાં ધારણા અને પારણા તેમજ ચાંદ્રાયણ વ્રત લીધા હતા.

    એકાદશીના દિવસે ધારણા પારણાનો ૧ માસ પૂર્ણ થતા ઋષિકુમારોએ ષોડશોપચાર ઠાકોરજીનું પૂજન કર્યું હતું.

    બારસના દિવસે વહેલી સવારે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વ્રતધારી ઋષિકુમારો જોષી કુલદિપ, જાળેલા હિરેનકુમાર, મહેતા જેનિસ, ઠાકર હર્ષ, ત્રિવેદી ધૈર્ય, ભટ્ટ કેવલ, જય દવેને પ્રસાદી પીરસી પારણા કરાવ્યા હતા.

(2:23 pm IST)