Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સોમનાથનાં પાર્વતી મંદિર માટે સુરતના હીરા ઉદ્યોગકારે 30 કરોડ કર્યા ન્યોછાવર: વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેઓની ઉદાર ભાવનાને બિરદાવી

અમરેલી જિલ્લાના સીમરણના ભીખાભાઈ ધામેલિયાને ભગવાન શિવશંકરમાં અનેરી શ્રદ્ધા: આ પહેલા ભીખાભાઈએ દિલીપભાઈ લાખી સાથે મળી સોમનાથ મહાદેવ માટે 108 કિલોથી વધુનું સોનાનું થાળું પણ અર્પણ કર્યું હતું : ભીખાભાઈ સુરતમાં હીરાની 3 ફેક્ટરીઓના માલીક : લગભગ 5,000 કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે

અમદાવાદ : બાર જ્યોતિર્લિંગમાંનાં સૌપ્રથમ સોમનાથ મહાદેવના મંદિરમાં આજે પાર્વતી માતાના મંદિરનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે

  વડાપ્રધાન મોદીની વીડિયો કોન્ફરન્સમાં તથા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં સફેદ આરસના પથ્થરમાંથી તૈયાર થનાર મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન, ગૃહમંત્રી તેમજ વિજયભાઈ રૂપાણીએ પણ ભીખાભાઈની ઉદ્દાર ભાવનાની વાત જણાવી હતી.

સમગ્ર પાર્વતી મંદિરના નિર્માણ માટે લગભગ 30 કરોડથી વધુનો ખર્ચ થનાર છે ત્યારે આ ખર્ચ સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયા દ્વારા આપવામાં આવનાર છે. ભીખાભાઈ સુરતમાં હીરાની 3 ફેક્ટરીઓ ધરાવે છે. જેમાં લગભગ 5,000 કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે.

 મૂળ અમરેલી જિલ્લામાં આવેલ સીમરણ ભીખાભાઈ ધામેલિયાને ભગવાન શિવશંકરમાં અનેરી શ્રદ્ધા રહેલી છે. તેઓ સુરતમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી છે. ભીખાભાઈ પહેલા દિલીપભાઈ લાખી સાથે મળીને સોમનાથ મહાદેવ માટે 108 કિલોથી વધુનું સોનાનું થાળું પણ અર્પણ કરવામાં આવ્યું હતું.

સોમનાથ મહાદેવમાં તેમને અસિમ શ્રદ્ધા હોવાને લીધે ઘણીવાર તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે પણ જતા હોય છે ત્યારે આજના વિશેષ કાર્યક્રમ માટે તેઓ બસમાં તેમના સગા સંબંધીઓની સાથે સોમનાથ આવી પહોંચ્યાં હતાં. જ્યાં એમણે દાન આપવાની જાહેરાત કરી હતી.

જેનીશ તથા જેમીનીના પિતા ભીખાભાઈ ધામેલિયા પત્ની રેખાબેનની સાથે સુરતમાં રહે છે. હીરા ઉદ્યોગમાં કેટલાય વર્ષોથી કાર્યરત ભીખાભાઈ તથા તેમના ભાઈ શરદભાઈ સહિતના પરિવાર દ્વારા સુરતમાં 3 હીરાની ફેક્ટરીઓ છે કે, જેમાં 5,000 જેટલા રત્નકલાકારો રોજગારી મેળવે છે. યોગીચોક સહિત કાપોદ્રા તથા હીરાબાગમાં તેમના હીરાના કારખાના આવેલા છે કે, જેમાં હીરાનું કટીંગ તથા પોલિશિંગનું કામ થાય છે

(11:58 pm IST)