Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ચિત્રાવાડી ગામમા આંકડા લખનાર શખ્સને રૂપિયા 200 સાથે રાજપીપળા પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે ચેકિંગ દરમિયાન નાંદોદ તાલુકાના ચિતરાવાડી ગામમાંથી એક શખ્સને આંકડા લખતા ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે
  મળતી માહિતી મુજબ તા.19 ઓગસ્ટએ ચેકિંગ માં નીકળેલી રાજપીપળા પોલીસે ચિતરાવાડી ગામમાંથી કલ્પેશભાઈ છોટુભાઈ પટેલ(રહે-મોતીબાગ રાજપીપલા તા.નાંદોદ )ને ગે.કા. આંક ફરકના આંકડાઓ લખી હાર જીતનો જુગાર રમી રમાડતા પકડી જુગારના સાહીત્યો  તથા અંગ ઝડતીના રોકડા રૂ.૨૦૦ સાથે ઝડપી લઈ ગુનો દાખલ કર્યો છે

 

 

(10:31 pm IST)