Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અમદાવાદના 175 વર્ષ જૂના માધુપુરા માર્કેટ અડાલજમાં શિફ્ટ કરાશે: પ્રથમ તબક્કામાં 120 દુકાનો બનાવાશે

પાર્કિંગની સમસ્યાના કારણે વેપારીઓને સમસ્યા :અડાલજમાં પ્રથમ તબક્કામાં 50 હજાર વારમાં 120 દુકાનો બનાવાશે.

અમદાવાદના 175 વર્ષ જૂના માધુપુરા માર્કેટને અડાલજમાં શિફ્ટ કરાશે. પાર્કિંગની સમસ્યાના કારણે વેપારીઓને સમસ્યા થઈ રહી હતી. જેના કારણે મહાજન દ્વારા માર્કેટને અમદાવાદ બહાર શિફ્ટ કરવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે હવે મહાજન દ્વારા માર્કેટને અડાલજમાં શિફ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. અડાલજમાં પ્રથમ તબક્કામાં 50 હજાર વારમાં 120 દુકાનો બનાવાશે.

માધુપુરા માર્કેટમાં દરરોજનું 1 હજાર ટનથી વધુ માલનો વેપાર થાય છે. 500થી વધુ દુકાનોમાં 5 હજારથી વધુ લોકોને રોજગારી મળે છે. અમદાવાદ સહિતના જિલ્લાઓના તમામ કરિયાણા વેપારીઓ માધુપુરાથી માલ ખરીદે છે. અમદાવાદ શહેરમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી જ ટ્રક આવન-જાવન કરી શકે છે. અને જો ટ્રક માર્કેટમાં જ રહેતા વેપારી પર ખર્ચ આવે છે. તમામ સમસ્યાઓને ધ્યાને રાખીને મહાજન દ્વારા માર્કેટને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય કરાયો છે.

    ગુજરાતના અમદાવાદમાં માધુપુરા હોલસેલ અનાજ માર્કેટ તરીકે જાણીતું છે. અને લોકો પોતાની ઘરવપરાશની મોટાભાગની સામગ્રી લેવા માટે અહીં આવતા હોય છે. કારણ કે, બજારમાં અન્ય જગ્યા કરતા માધુપુરા માર્કેટમાં સારી ગુણવત્તા મળી રહે છે. જેના કારણે શની-રવિના દિવસોમાં માર્કેટમાં પગ મૂકવાની જગ્યા પણ હોતી નથી. તો કોરોનાકાળમાં પણ કરિયાણાની દુકાનો ખુલી રાખવાની સરકારે નિયમો સાથે મંજૂરી આપી હતી. જિવન જરૂરિયાતની સામગ્રીઓ માટેની દુકાનો ખુલી રાખવાની મંજૂરી આપતા લોકો માધુપુરા માર્કેટમાં પહોંચી ગયા હતા. પરંતુ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.

(9:23 pm IST)