Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, દ્વારા જિલ્લાના 31 પ્રગતિશીલ ખેડૂતોને "ભૂમિપુત્ર એવોર્ડ -2022"થી સન્માનિત કરાયા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જનકલ્યાણ સેવા ટ્રસ્ટ,રાજપીપળા આયોજિત અને કૃષિ વિજ્ઞાનકેન્દ્ર પ્રયોજિત નર્મદાના 31 પ્રગતિશીલ ખેડૂતોને "ભૂમિપુત્ર એવોર્ડ -2022"થી સન્માનિત કરાયા હતા.જેમાં ભૂમિપુત્રોનું એવોર્ડ ટ્રોફી, પ્રમાણપત્ર, પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે સમારંભના ઉદ્ઘાટક તરીકે નર્મદા સુગર,અને દૂધધારાડેરી, ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ડેડીયાપાડાના માજી વનમંત્રી, માજી ધારાસભ્ય ડેડીયાપાડા મોતીભાઈ વસાવા તથા સમારંભના મુખ્ય મહેમાન પદે ડો. દિવ્યેશપટેલ,પ્રિન્સિપાલ કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,ભરૂચ,ડૉ. નિલેશ ભટ્ટ,નાયબ નિયામક વગેરે મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમા દીપપ્રાગટ્ય પછી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ,રાજપીપલાના પ્રમુખ જ્યોતિબેન જગતાપે સંસ્થાનો પરિચય આપી જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સંસ્થાએ અગાઉ રેવાનાં મોતી એવોર્ડ,વુમેન એચિવમેન્ટ એવોર્ડ આપ્યા બાદ નર્મદાના ઇતિહાસમા પહેલીવાર જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, દ્વારા  નર્મદાના 31 પ્રગતિશીલ ખેડૂતોનું "ભૂમિપુત્ર એવોર્ડ -2022"થી સન્માનિત કરવાનો આનંદ હોવાનું જણાવ્યું હતું.ખેડૂતનો પુત્રકૃષિ યુનિવર્સીટી માંથી કૃષિ લક્ષી શિક્ષણ મેળવેતો ખેતી મા ખૂબ સારો પાક મેળવી સારી આવક મેળવી શકે.ટ્રસ્ટી અને મંત્રી દીપક જગતાપે જણાવ્યું હતું જે નર્મદામા રાષ્ટ્ર્રપતિ એવોર્ડ વિજેતા સહીત ખેતીક્ષેત્રે નવીન પ્રયોગો કરનારા પ્રગતિશીલ ખેડૂતોને ભૂમિપુત્ર એવોર્ડ એનાયત કરી સાચા અર્થમા ખેડૂતોનું બહુમાન થયું હોવાનું જણાવ્યું હતું.જયારે ડૉ. પ્રમોદકુમાર ડી. વર્મા,વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા,કૃષિ વિજ્ઞાનકેન્દ્ર, ડેડીયાપાડાએ સંસ્થાનો પરિચય આપી મહેમાનોને આવકાર્યા હતા
આ પ્રસંગે સમારંભના ઉદ્ઘાટક તરીકે નર્મદા સુગર,અને દૂધધારાડેરી, ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ખેડૂતોમાટે એવોર્ડ સમારંભ યોજવા માટે સંસ્થાના પ્રમુખ મંત્રીને અભિનંદન પાઠવતા નર્મદા ઓર્ગેનિક જિલ્લો બનાવવાની હિમાયત કરી

(11:06 pm IST)