Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સુરતમાં ર૪ વર્ષ પહેલા બાબુની હત્યાના ચાલાક આરોપીને પોલીસે અોરિસ્સાથીઝડપી પાડયો

આરોપી લખન દિનબંધુ ઓરિસ્સાની ભૌગાલિક સ્થિતિથી વાકેફ હોવાથી પોલીસ પહોચે તે પહેલા ભાગી જતો અંતે હાથમાં આવી ગયો

સુરત તા.ર૧ : ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય આખરે તે પોલીસ અને કાયદાના સકંજામાં આવી જાય છે સુરેતના ર૪ વર્ષ પહેલા મૃતક બાબુના હત્યારાને પોલીસે અોરિસ્સાથી ઝડપી લીધો છે આરોપી લખન પોલીસ તપાસમાં આવે ત્યારે ભાગી જતો બાતમીના આધારે આરોપી ઝડપાઇ જતા પોલીસે હત્યાનો પર્દાફાસ કર્યો છ,

ગુનેગાર ગમે એટલો ચાલક કેમ ન હોય પરંતુ એક દિવસ તો તે પોલીસ અને કાયદાના સકંજામાં આવતો જ હોય છે, આવું એક વખત નહીં પરંતુ અનેક વખત બન્યું છે, ત્યારે સુરત પોલીસે 24 વર્ષ પહેલાં બનેલા હત્યાના કેસના એક આરોપીને ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર ગુન્હાઓમાં ઘણા લાંબા સમયથી ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ અંગે ડેટા એકત્રીત કરી હતી.  જેમા ખાસ કરીને ઓડીશા રાજ્યના વતની હોય તેવા આરોપીઓને અલગ તારવી તે આરોપીઓને એનાલીસીસ સુરત શહેર પોલીસ કરી રહી છે. આ કામગીરી દરમિયાન શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ધ્યાનમાં આવ્યું હતું કે વર્ષ ૧૯૯૮ના વર્ષમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં પનાસ નહેર પાસે એક વ્યક્તિનુ ચપ્પુ વડે તથા પથ્થર વડે શરીર ઉપર અસંખ્ય ઘા કરી ખુન નિપજાવવામાં આવ્યું હતુ. 

જે ગુન્હામાં આરોપી લખન દિનબંધુ બહેરાની સંડોવણી જણાઈ આવી હતી. જેમા પાંડેસરા પોલીસે જણાવેલ હકીકત મુજબ આરોપી ખુબ જ ચાલાક અને હોશીયાર હોય આરોપીને પકડવા માટે અવાર-નવાર પોલીસ તેના વતન ઓરિસ્સા ખાતે તપાસમાં ગયેલ હતી, પરંતુ આરોપી જે વિસ્તારમાં રહેતો હતો તે ઓડીશાના ગંજામ જિલ્લાના જંગલ તથા પહાડી વિસ્તારમાં આવેલ હોય આરોપી ત્યાંની ભૌગોલીક પરીસ્થીતીથી વાકેફ હોય જેથી તે પોલીસ પોંહચે તે પહેલાજ તે જંગલમાં નાસી જતો હતો. જેથી તેનો પકડવો ખુબજ મુશકેલ હોવાની સામે આવ્યું હતું. પોલીસે જે આરોપી જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારની ભૌગોલીક પરીસ્થીતીથી પ્રથમ વાકેફ થયા બાદ બાદ આરોપીને ઝડપી પાડવા એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. 

જે દરમ્યાન આરોપી અંગે એસ.ઓ.જી. હ્યુમન સોર્સીસથી માહીતી મળી હતી કે, આ આરોપી હાલ તેના વતન ગામ ખાતે જ છે. જે હકીકત બાબતે એસ.ઓ.જીની ટીમે ટેકનીકલી વેરીફાઈ કરાવતા રોપી તેના વતન ગામ ખાતે હોવાની પુષ્ટી મળેલ હતી. જેથી આરોપી ઓડીશા ખાતેથી નાસી જાય તે પહેલા તેને ઝડપી પાડવા એસ.ઓ.જી. ની ટીમ ઓડીશા ગંજામ ખાતે રવાના કરેલ અને જે ટીમે ગંજામ પોલીસની મદદ મેળવી આરોપી લખન દિનબંધુ બહેરાને તેના ઘરમાંથી તે કાંઈ પણ સમજે વિચારે તે પહેલા જ દબોચી લેવામાં સફળતા મેળવી હતી. આરોપીને સુરત ખાતે લાવી તેની ગુન્હા સંબધે પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, પોતે તેના ભાઈ રાજન તથા સુજાન સાથે વર્ષ ૧૯૯૮ માં સુરત પનાસગામ ખાતે રહી કપડા વિણાટનું કામ કરતો હતો. તેનો ભાઈ સુજાન મેલી વિધ્યા જાણતો હોય તેણે સુરત ખાતે રહેતી કોઈ છોકરીનો મેલી વિધ્યાથી ઇલાજ કરેલ પરંતુ તે છોકરી સાજી થયેલ નહી જેથી છોકરીના સગા વહાલાઓએ તેના ભાઈ સુજાનને ઉપાડી ગયેલ અને તેને છોડવા માટે પૈસાની માંગણી કરી હતી. 

જેથી પોતે તથા તેના ભાઈ રાજને સુરત ખાતે રહેતા તેના ગામનો બાબુ તરણી શાહુનાઓની પાસેથી તેના ભાઈ સુજાનને છોડાવવા માટે રૂ.,૫,૦૦૦/- ઉછીના લીધેલા હતાં, જે પૈસાથી તેના ભાઈને છોડાવેલ હતો. બાદમાં બાબુ તેના પૈસાની ઉધરાણી ચાલુ કરેલ અને આ બાબતે તેની સાથે ઝઘડો થયેલો હતો. ત્યારબાદથી બાબુ ચપ્પુ લઈ પોતાને તથા તેના ભાઈ રાજનને મારવા માટે શોધતો હતો જેથી તે તેમને મારે તે પહેલાજ તેને પુરો કરી નાંખવાનુ નક્કી કરી તા.૨૯/૦૯/૧૯૯૮ નારોજ બપોરે પોતે તથા તેનો ભાઈ રાજન અને તેના અન્ય બે મિત્રોએ ભેગા મળી બાબુ ઉપર ચપ્પુ વડે હુમલો કરેલો હતો, પરંતુ તેનું મૃત્યુ નહી થયું હતું. 

જેથી તેને મોટા પથ્થર વડે મોઢા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી તેનુ ખુન કરી પોતે સુરતથી ભાગીને પોતાના વતન નાસી ગયા હતાં અને ત્યારબાદ તે કેરેલા ત્રીચુર ખાતે રહેવા જતો રહેલો અને ત્યાં રોડ બાંધકામની મજુરી કામ કરી પોતાના ગામ આવતો જતો રહેતો હતો. બાદમાં સુરત શહેર પોલીસ તેને શોધવા તેના વતન ખાતે અવાર નવાર આવતી હોય પરંતુ તે ત્યાંની ભૌગોલીક પરીસ્થીતીથી વાકેફ હોય જેથી પોલીસ આવે તે પહેલાજ તેને ખબર પડી જતી અને તે ત્યાંથી નાસી જતો હતો અને કેરેલા ખાતે રહેતો હતો અને હાલમાં મહિના પહેલાજ પોતાના વતન ગામ આવેલ હોવાની હકીકત જણાવી હતી. આમ પોલીસે 24 વર્ષ પહેલાં થયેલા હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)