Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સુરતના કડોદરા વિસ્‍તારમાં પ્રમોદરામ ચૌધરીની હત્‍યાનો ભેદ ઉકેલતી પોલીસ

આરોપીઓ રોહિત ઉર્ફે બટકો, નરેશ વાનખેડે તેમજ યોગેશ ઉર્ફે મંગલ મેઘરાજ પાટીલ જેલ હવાલે

સુરતમાં કડોદરા વિસ્‍તારમાં મૃતક પ્રમોદરામ ચૌધરીની મોબાઇલ અને રોકડ રકમ લુટવાના ઇરાદે ઉપરા ઉપરી ચપ્‍પુના ઘા મારી હત્‍યા કરનારા આરોપી મોહિત ઉર્ફે બટકો, નરેશ વાનખેડે તથા યોગેશ ઉર્ફે મંગલ સેધરજ પાટીલને પોલીસે પકડી જેલ હવાલે કર્યો છે.

કડોદરા પોલીસ મથકની હદમાં ગત ૧૨ તારીખે થયેલી લેબર ઇન્ચાર્જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ચાર આરોપી પૈકી એક કડોદરા પોલીસ મથકનો જીઆરડી જવાન હોવાની પણ ચર્ચા છે. આરોપીઓને ઝડપી પાડી પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગત ૧૨ જુન ના રોજ કડોદરા પોલીસને તાતીથૈયાથી ચલથાણ ગામ જવાના માર્ગ પર રેલ્વે ક્રોસિંગ પાસે એક યુવાનની હત્યા કરવામાં આવેલી લાશ મળી આવી હતી. 

યુવાનને ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ યુવાન ડાઈંગ મિલનો લેબર ઇન્ચાર્જ પ્રમોદ રામ લલિત ચૌધરી હોવાનું ખુલ્યું હતું. હત્યા બાદ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી કે, યુવાનની હત્યા કોણે અને શું કામ કરી છે. ઘટનાને લઇ કડોદરા પોલીસની સાથે સાથે જીલ્લા એલસીબી અને એસઓજીની ટીમ પણ તપાસમાં લાગી ગઈ હતી. દરમિયાન એલસીબી શાખાના પોલીસ જવાનને બાતમી મળી હતી કે, હત્યારા ચલથાણથી તાતીથૈયા જવાના માર્ગ પર ઉદ્યોગ નગર પાસે સોસાયટીની બહાર બેઠા છે. જેને આધારે પોલીસે તમામને ઝડપી લીધા હતા.

ઘટનાની રાત્રે મૃતક પ્રમોદ રામ લલિત ચૌધરી માર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન તેને આંતરી મોબાઇલ તેમજ રોકડ રકમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મૃતક પ્રમોદે પ્રતિકાર કરતા મૃતકને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ મૃતક પાસેથી ૨ મોબાઈલ તેમજ રોકડ લુટી ફરાર થઇ ગયા હતા. ઝડપાયેલા આરોપી રોહિત ઉર્ફે બટકો, નરેશ વાનખેડે તેમજ એક સગીર અને યોગેશ ઉર્ફે મંગલ મેઘરજ પાટીલને કડોદરા પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપી પૈકી યોગેશ ઉર્ફે મંગલ મેઘરજ પાટીલ કડોદરા પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે નોકરી કરતો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે પોલીસે સમગ્ર બાબત તપાસ બાદ વધુ માહિતી આપવાની વાત કરી હતી. હાલ તો પોલીસે આરોપી ઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે. જોકે આરોપી ઓએ અગાઉ પ્રકાર કલી ગુનાઓ આચર્ય છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)